છાતીના પાંસળીના ભાગમાં થતો દુખાવો (Costochondritis) અને શ્વાસ લેવાની કસરતો.
ઘણીવાર અચાનક છાતીના ડાબા કે જમણા ભાગમાં તીક્ષ્ણ દુખાવો ઉપડે છે, જે શ્વાસ લેતી વખતે કે ઉધરસ ખાતી વખતે વધે છે. ઘણા લોકો આને હાર્ટ એટેક સમજીને ગભરાઈ જાય છે, પરંતુ મોટાભાગના કિસ્સામાં આ દુખાવો પાંસળીના સોજાને કારણે હોય છે, જેને તબીબી ભાષામાં ‘કોસ્ટોકોન્ડ્રાઇટિસ’ (Costochondritis) કહેવામાં આવે છે. આ એક એવી સ્થિતિ છે જેમાં પાંસળી…
