લાંબો સમય ઉભા રહેવાથી થતા પીંડીના દુખાવા (Calf Pain) થી રાહત.
આજના સમયમાં ઘણી એવી નોકરીઓ અને વ્યવસાયો છે જેમાં કલાકો સુધી સતત ઉભા રહેવું પડે છે. પછી તે ટ્રાફિક પોલીસ હોય, શિક્ષકો હોય, સિક્યુરિટી ગાર્ડ હોય, સર્જન હોય કે રસોડામાં કામ કરતી ગૃહિણીઓ. દિવસના અંતે જ્યારે તમે બેસો છો, ત્યારે પગની પીંડીઓમાં (Calf Muscles) ભારેપણું, કળતર અને અસહ્ય દુખાવો અનુભવાય છે. પીંડીના સ્નાયુઓને આપણું ‘બીજું…
