ફ્લેટ ફૂટ (સપાટ તળિયા) ધરાવતા બાળકો માટે શરૂઆતથી જ સાચા ફૂટવેર (શૂઝ)ની પસંદગી
બાળકના પગનો વિકાસ જન્મથી લઈને કિશોરાવસ્થા સુધી સતત બદલાતો રહે છે. નાના બાળકોમાં પગના તળિયે આર્ચ (Arch) ઓછો દેખાવવો અથવા ઊભા રહેતાં પગનો અંદરનો ભાગ જમીનને વધુ અડકવો ઘણી વખત સામાન્ય વિકાસનો ભાગ હોઈ શકે છે. ખાસ કરીને Flexible Flat Footમાં બાળક ઊભું રહે ત્યારે આર્ચ દેખાતો નથી, પરંતુ બેઠા હોય અથવા પગના પંજા પર…
