વારંવાર લપસીને પડી જતા બાળકોમાં બેલેન્સ (સંતુલન) સુધારવા માટેની ફિઝિયો રમતો
બાળકો માટે રમવું માત્ર મનોરંજન નથી, પરંતુ તેમના શારીરિક, માનસિક અને મોટર વિકાસનો મહત્વનો ભાગ છે. બાળક દોડે, કૂદે, ચડે, એક પગ પર ઊભું રહે કે બોલ સાથે રમે ત્યારે તેના શરીરના અનેક સ્નાયુઓ અને મગજ વચ્ચે સતત સંકલન થતું રહે છે. આ પ્રક્રિયા બાળકનું બેલેન્સ, કોઓર્ડિનેશન, શરીર પરનો નિયંત્રણ અને મૂવમેન્ટ સ્કિલ્સ વિકસાવવામાં મદદ…
