આરોગ્ય ટિપ્સ | નિદાન | સારવાર
શારીરિક તપાસ (Full Body Checkup) ક્યારે કરાવવી જોઈએ?
આજના વ્યસ્ત અને તણાવપૂર્ણ જીવનમાં આપણે આપણી ગાડી કે ઈલેક્ટ્રોનિક ગેજેટ્સનું સર્વિસિંગ તો સમયસર કરાવીએ છીએ, પરંતુ સૌથી કિંમતી એવા આપણા ‘શરીર’ની તપાસ કરવાનું ભૂલી જઈએ છીએ. મોટાભાગના લોકો ત્યારે જ ડોક્ટર પાસે જાય છે જ્યારે કોઈ ગંભીર લક્ષણો દેખાય અથવા અસહ્ય દુખાવો થાય. પરંતુ તબીબી વિજ્ઞાન કહે છે કે “Prevention is better than cure”…
