મહિલાઓમાં ઘૂંટણના ઘસારાની સમસ્યા પુરુષો કરતાં વધુ કેમ જોવા મળે છે?
ઘૂંટણનો ઘસારો, જેને તબીબી ભાષામાં ઓસ્ટિયોઆર્થરાઈટિસ (Osteoarthritis) કહેવામાં આવે છે, તે ભારતમાં ખૂબ જ સામાન્ય સમસ્યા છે. જોકે, એક નોંધપાત્ર બાબત એ છે કે પુરુષોની સરખામણીએ મહિલાઓમાં આ સમસ્યા માત્ર વધુ જોવા મળે છે એવું નથી, પરંતુ તે વધુ ગંભીર પણ હોય છે. હોસ્પિટલમાં ઘૂંટણ બદલાવવાની (Knee Replacement) સર્જરી કરાવનારા દર્દીઓમાં પણ મહિલાઓની સંખ્યા ઘણી…
