સ્તન કેન્સર (Breast Cancer) ની સર્જરી પછી હાથમાં આવતા સોજા (Lymphedema) ની ફિઝિયોથેરાપી.
સ્તન કેન્સરની લડાઈમાં સર્જરી (Mastectomy) એ એક મહત્વનું પગલું છે. જોકે, સર્જરી દરમિયાન કેન્સર ફેલાતું અટકાવવા માટે ઘણીવાર બગલની લસિકા ગ્રંથિઓ (Lymph Nodes) દૂર કરવામાં આવે છે. આ પ્રક્રિયા પછી કેટલાક દર્દીઓના જે તે બાજુના હાથમાં લાંબા ગાળે સોજો આવવાની સમસ્યા સર્જાય છે, જેને તબીબી ભાષામાં ‘લિમ્ફેડિમા’ (Lymphedema) કહેવામાં આવે છે. લિમ્ફેડિમા એ માત્ર શારીરિક…
