ઓક્સિજન લેવલ ઘટે ત્યારે પ્રોનિંગ (Proning – ઊંધા સૂવા) ની સાચી રીત અને ફાયદા.
જ્યારે શરીરમાં ઓક્સિજનનું સ્તર (SpO2) કુદરતી રીતે ઘટવા લાગે છે, ત્યારે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ખાસ કરીને ફેફસાંમાં જ્યારે ચેપ કે સોજો હોય ત્યારે ઓક્સિજન લેવલ જાળવી રાખવું પડકારજનક બને છે. તબીબી વિજ્ઞાનમાં ‘પ્રોનિંગ’ (Proning) એટલે કે ‘ઊંધા સૂવાની’ પદ્ધતિ એક અત્યંત અસરકારક અને વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલ રીત છે. સમર્પણ ફિઝિયોથેરાપી ક્લિનિક દ્વારા…
