હાથ કે પગમાં ખાલી ચડી જવી (Tingling) એ કઈ બીમારીનો સંકેત હોઈ શકે?
સામાન્ય રીતે આપણે લાંબો સમય સુધી એક જ સ્થિતિમાં પલાંઠી વાળીને બેઠા હોઈએ અથવા સૂતી વખતે હાથ કે પગ શરીર નીચે દબાઈ જાય, તો તેમાં ઝણઝણાટી કે ખાલી ચઢી જવાનો (Tingling and Numbness) અનુભવ થાય છે. આ એકદમ સામાન્ય બાબત છે. નસ પર દબાણ આવવાને કારણે લોહીનો પ્રવાહ થોડીવાર માટે અટકી જાય છે, અને જ્યારે…
