W સિટીંગ (W-Sitting): બાળકોની જમીન પર બેસવાની આ આદત ભવિષ્યમાં કેમ નુકસાનકારક છે?
બાળકો જ્યારે જમીન પર બેસીને રમતા હોય અથવા ટીવી જોતા હોય, ત્યારે ઘણીવાર તેઓ એક ખાસ પોઝિશનમાં બેસે છે જેને ‘W-Sitting’ કહેવામાં આવે છે. આ સ્થિતિમાં બાળક તેના નિતંબ (Hips) જમીન પર રાખે છે અને બંને ઘૂંટણ આગળથી વાળીને પગના પંજા બહારની તરફ રાખે છે. ઉપરથી જોતાં તેમનો આકાર અંગ્રેજી અક્ષર ‘W’ જેવો દેખાય છે….
