બાયપાસ સર્જરી (CABG) પછી દર્દીને પથારીમાંથી જાતે ઊભા થતા શીખવવું.
બાયપાસ સર્જરી અથવા CABG (Coronary Artery Bypass Grafting) એ હૃદયની એક મોટી સર્જરી છે. આ સર્જરીમાં છાતીના હાડકાને (Sternum) વચ્ચેથી કાપવામાં આવે છે, જેને રુઝ આવતા લગભગ ૬ થી ૮ અઠવાડિયા લાગે છે. સર્જરી પછીના શરૂઆતના દિવસોમાં દર્દી માટે સૌથી મોટો પડકાર પથારીમાં પડખું ફેરવવું અને ઊભા થવું તે હોય છે. જો ખોટી રીતે ઊભા…
