મેન્યુઅલ જોઈન્ટ મોબિલાઈઝેશન: જકડાયેલા સાંધાને છૂટા કરવાની ફિઝિયોથેરાપિસ્ટની હાથની કળા.
જ્યારે આપણો કોઈ સાંધો જકડાઈ જાય છે, ત્યારે માત્ર કસરત કરવાથી ઘણીવાર ધાર્યું પરિણામ મળતું નથી. તમે જોયું હશે કે ફિઝિયોથેરાપિસ્ટ પોતાના હાથ વડે સાંધા પર ચોક્કસ પ્રકારનું દબાણ આપે છે અથવા સાંધાને ધીમેથી હલાવે છે. આ પદ્ધતિને ફિઝિયોથેરાપીની ભાષામાં ‘મેન્યુઅલ જોઈન્ટ મોબિલાઈઝેશન’ (Manual Joint Mobilization) કહેવામાં આવે છે. આ કોઈ સાધારણ માલિશ નથી, પરંતુ…
