સાંધાના ઘસારામાં સાઇકલિંગ (Stationary Cycling) કરવાના અદભૂત ફાયદા.
સાંધાનો ઘસારો (ઓસ્ટિઓઆર્થરાઈટિસ) એ વધતી ઉંમરે થતી એક ખૂબ જ સામાન્ય પણ તકલીફદાયક સમસ્યા છે. ખાસ કરીને ઘૂંટણ અને થાપાના સાંધામાં જ્યારે ઘસારો થાય છે, ત્યારે દર્દીને ચાલવામાં, ઊભા રહેવામાં કે દાદર ચડવામાં અસહ્ય દુખાવો અનુભવાય છે. દુખાવાના કારણે દર્દી હલનચલન કરવાનું કે કસરત કરવાનું બંધ કરી દે છે, પરંતુ આનાથી સાંધા વધુ અકડાઈ જાય…
