સોફ્ટવેર એન્જિનિયર્સમાં જોવા મળતો ‘અપર ક્રોસ્ડ સિન્ડ્રોમ’ (Upper Crossed Syndrome).
આજના ડિજિટલ યુગમાં સોફ્ટવેર એન્જિનિયર્સ, ડેવલપર્સ અને IT પ્રોફેશનલ્સ દિવસના ૮ થી ૧૨ કલાક કમ્પ્યુટર સ્ક્રીન સામે વિતાવે છે. સતત કોડિંગ, મીટિંગ્સ અને ડેડલાઇન્સના દબાણમાં આપણું ધ્યાન કામ પર હોય છે, પણ આપણા શરીરના પોશ્ચર (બેસવાની રીત) પર નથી હોતું. આના પરિણામે જે ગંભીર શારીરિક સમસ્યા ઉભી થાય છે, તેને ફિઝિયોથેરાપીની ભાષામાં ‘અપર ક્રોસ્ડ સિન્ડ્રોમ’…
