સ્પાયરોમીટર વાપરવાની સાચી રીત: 3 બોલ ઉડાડવા પૂરતું નથી, શ્વાસ રોકવો પણ મહત્વનો છે.
ફેફસાંની ક્ષમતા વધારવા અને શસ્ત્રક્રિયા (Surgery) પછી રિકવરી ઝડપી બનાવવા માટે ડોક્ટરો ઘણીવાર સ્પાયરોમીટર (Incentive Spirometer) વાપરવાની સલાહ આપે છે. સામાન્ય રીતે લોકો માને છે કે સ્પાયરોમીટરમાં રહેલા ત્રણ બોલને ઉપર ઉડાડવા એ જ આ કસરતનો મુખ્ય હેતુ છે. પરંતુ, વાસ્તવમાં આ એક મોટી ભૂલ છે. માત્ર બોલ ઉડાડવા પૂરતું નથી; ફેફસાંના ઉંડા ભાગોને ખોલવા…
