જિમ જનારા યુવાનોમાં વારંવાર જોવા મળતી ‘સ્લેપ ટીયર’ (SLAP Tear) ખભાની ઈજા.
આજના ફિટનેસના ક્રેઝમાં યુવાનો જિમમાં ભારે વજન ઉંચકવા અને સ્નાયુબદ્ધ શરીર બનાવવા માટે ખૂબ મહેનત કરે છે. પરંતુ, યોગ્ય ટેકનિકનો અભાવ અને ક્ષમતા કરતા વધુ વજન ઉંચકવાની લાલચ ઘણીવાર ગંભીર ઈજાઓ નોતરે છે. આ પૈકીની એક સૌથી જટિલ અને પીડાદાયક ઈજા એટલે ‘સ્લેપ ટીયર’ (SLAP Tear). જો તમને બેન્ચ પ્રેસ, ઓવરહેડ પ્રેસ કે પુલ-અપ્સ કરતી…
