સ્પાઇન સર્જરી (કરોડરજ્જુના ઓપરેશન) પછી કમરને કઈ રીતે સુરક્ષિત રાખવી?
કરોડરજ્જુનું ઓપરેશન એ જીવનમાં આવેલો એક મોટો વળાંક છે. સર્જરીનો હેતુ દબાયેલી નસને મુક્ત કરવાનો કે મણકાને સ્થિર કરવાનો હોય છે, પરંતુ ઓપરેશનની સફળતાનો ૭૦% આધાર ઓપરેશન પછીની સાવચેતી અને ફિઝિયોથેરાપી પર રહેલો છે. તમારી નવી ‘રિપેર’ થયેલી કમર શરૂઆતના દિવસોમાં અત્યંત નાજુક હોય છે. જો તમે ઈચ્છો છો કે આ દુખાવો ફરી ક્યારેય ન…
