નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ (Non-alcoholic Fatty Liver Disease – NAFLD)
લિવર એ શરીરના સૌથી અગત્યના અંગો પૈકી એક છે, જે પાચન, ચયાપચય અને શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જ્યારે લિવરમાં ચરબીનું અસામાન્ય પ્રમાણ જમા થાય છે, ત્યારે તેને “ફેટી લિવર” કહેવાય છે. જો આ ચરબીનું જમાવટ દારૂના સેવન સિવાયના કારણોસર થાય, તો તેને નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ (NAFLD) તરીકે ઓળખવામાં આવે…
